Jan 16, 2015

CCCના નિયમ સામે સરકારી કર્મચારીઓ હાઈકોર્ટ પહોંચ્યા

રાજ્ય સરકારમાં કામ કરતાં વર્ગ-૩ના કર્મચારીઓ કોમ્પ્યુટરના આધારે કામગીરીથી વાકેફ થાય તે માટે
સીસીસીની પરીક્ષા ફરજિયાત પાસ કરીને વિભાગમાં રજૂ કરવામાં આવે અને તો જ બઢતી મળે તેવા નિયમ સામે વિરોધનો જુવાળ
વધી રહ્યો છે. ગુરુવારે હાઇકોર્ટ સમક્ષ વધુ બે પિટિશન્સ થઇ હતી જેમાં સરકારી કર્મચારીઓએ
સીસીસીની પરીક્ષા ના આપી હોવાથી પોતાને નીચલી પાયરીએ ઉતારી દેવાના લીધેલાં પગલા સામે રક્ષણ મેળવવા દાદ માગી છે.
કેસની વિગતો મુજબ, રાજ્ય સરકારના અનેક વિભાગમાં હવે સીસીસીની ના હોય તેવા કર્મચારીઓની સામે
પગલા લેવામાં આવી રહ્યા છે. એસઆરપીના જવાનો માટે પણ આ નિયમ બનાવવામાં આવ્યો છે. આથી અલગ અલગ પિટિશન્સ અગાઉ થઇ
હતી. સુરેન્દ્રનગરની કોર્ટના એક સિનિયર ક્લાર્કને જુનિયર ક્લાર્કના હોદ્દા ઉપર નીચલી પાયરીએ ઉતારી દેતા તેણે પિટિશન
કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટે તેને પાછો મૂળ સ્થાને લાવવા હુકમ કરીને ૨૨ જાન્યુઆરીએ સુનાવણી રાખી હતી. બીજી બાજુ
સોમનાથ-ગીર જિલ્લાના કેટલાક હેડ કોન્સ્ટેબલ્સ દ્વારા અરજીમાં રજૂઆત કરા હતી કે, તેમને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
તરીકેની બઢતી મળવાપાત્ર હોવા છતાં તેઓને બઢતી અપાતી નથી.

No comments: