Apr 4, 2015

‘ગીતા ચેમ્પિયન્સ લીગ' સ્પર્ધામાં ૧૨ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીની મરિયમ આસિફ સિદીકીએ પ્રથમ ઈનામ મેળવ્યુ

ભગવદ ગીતા હિન્દુ સંસ્કૃતિનો પાયો ગણાય છે. હાલમાં ઈસ્કોન દ્વારા આયોજીત કરવામાં આવેલી ‘ગીતા ચેમ્પિયન્સ લીગ' સ્પર્ધામાં શહેરની ૧૯૫ (૯૦ સરકારી અને ૧૦૫ પ્રાઈવેટ) સ્કૂલોના ૪૬૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મીરા રોડની કોસ્મોપોલિટન સ્કૂલની ૧૨ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીની મરિયમ આસિફ સિદીકીએ પ્રથમ ઈનામ મેળવ્યુ હતું.
મરિયમે ૧૨ વર્ષની કુમળી વયે બાઈબલ વાચ્યુ છે અને હાલમાં તે કુરાન વાંચવાના લેકચરો ભરી રહી છે અને ભગવદ ગીતાનું અનુવાદ કરેલી પ્રત તે વાંચી ચૂકી છે. 🙏🙏

No comments: