Sep 24, 2015

⚡આનંદીબહેનના વક્તવ્યમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના રાહતપેકેજના અંશો

⚡આનંદીબહેનના વક્તવ્યમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના રાહતપેકેજના અંશો⚡

👉મેડિકલના વિદ્યાર્થીઓને પુસ્તકો પેટે એક વખત 10 હજાર રૂ., એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂ. અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂ. આપવામાં આવશે.
આ તમામ ફાયદાઓ સાડાચાર લાખ રૂ. વાર્ષિકની આવકમર્યાદા ધરાવતા લોકોને મળશે
👉ખાનગી કોલેજોમાં મેરિટના આધારે સીટ ભરાશે
સ્વરોજગાર માટે એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં ધારકો માટે 50 હજાર રૂ.થી માંડીને 10 લાખ રૂ. સુધીની લોન મળશે જેમાં ત્રણ વર્ષ સુધી 5 ટકા જેટલું જ વ્યાજ લાગશે
👉માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો અપાશે
👉સ્પર્ધાત્મક પરીક્ષા માટે જિલ્લા સ્તરે ટ્રેઇનિંગ સેન્ટરો ઉભા કરાશે
👉ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે સરકારી નોકરીઓમાં 5 વર્ષની વયમર્યાદામાં વધારો
👉સરકારી અને ખાનગી કોલેજોના પ્રવેશ ફોર્મની ફી સરકાર એકસરખી નક્કી  કરશે
👉12 સાયન્સમાં 90 પર્સેન્ટાઇલ લાવનાર બિન અનામત વર્ગનાને ખાનગી-સરકારી કોલેજોમાં 50 ટકા ફી અથવા 2 લાખ રૂ.ની સહાય
👉નવા ઉદ્યોગો આવશે તો દેશમાં નવી રોજગારીની મળશે
👉રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન
👉વાલીઓ અને વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં આપે વધારે ધ્યાન
👉80 ટકા જેટલા વિદ્યાર્થીઓને મળી છે રોજગારી
👉સરકારી મેડિકલ કોલેજમાં 100 ટકા સરકારી ક્વોટા
👉અમદાવાદ, વડોદરા અને કરમસદમાં 700 કરોડ રૂ.ના ખર્ચે ગુજરાત સરકાર વધારશે મેડિકલની સીટો
રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે
👉પીપીપી મોડલથી  સરકાર રાજ્યમાં સીટો વધારશે
રાજ્યમાં 55 જેટલી  ખાનગી અને સરકારી  યુનિવર્સિટીઓ કાર્યરત
👉તબીબી ક્ષેત્રમાં 15 વર્ષણાં 404 ટકાનો વધારો

No comments: