ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૬થી ૧૨નો અભ્યાસ ક્રમ બદલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૬થી ૮નો અભ્યાસ ક્રમ બદલાયો છે. જ્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭થી ધોરણ ૯થી ૧૨નો અભ્યાસ ક્રમ બદલવામાં આવશે. જો કે, ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧થી ૫ના અભ્યાસ ક્રમમાં બદલાવ અમલી કરી દેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી અમલી થનાર નવા અભ્યાસક્રમમાં વર્તમાન પ્રવાહના તમામ વિષયોને આવરી લેવાશે. જો કે, હાલ શિક્ષણ બોર્ડ દ્વારા તમામ વિષયોના નવા અભ્યાસક્રમો બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પાઠય પુસ્તકો બદલાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે ધોરણ ૧થી ૧૨ના અભ્યાસ ક્રમમાં ફેરફાર કરવાની યોજના અમલમાં મુકી હતી. જે યોજના અંતર્ગત તમામ વર્ગોના તમામ વિષયોમાં તબક્કાવાર નવો અભ્યાસ ક્રમ અમલી બનાવામાં આવી રહયો છે. જૂન ૨૦૧૪થી શરૂ થયેલાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૫નો નવો અભ્યાસ ક્રમ અમલી કરાયો છે. જ્યારે હવે પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬થી ૧૨ના નવા અભ્યાસ ક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આગામી શૈક્ષણિક સત્ર જૂન ૨૦૧૫થી ધોરણ ૬થી ૮ અને ત્યારબાદ શૈક્ષણિક સત્ર જૂન ૨૦૧૬થી ૯થી ૧૨ના અભ્યાસ ક્રમોમાં ફેરફાર કરી દેવામાં આવશે.

દેશભરના તજજ્ઞના ખાસ બે દિવસીય વર્કશોપમાં સુચનો મેળવાયાં
બોર્ડ દ્વારા પાઠયપુસ્તક મંડળને કેટલાક સુચનો પણ આપવામાં આવ્યાં છે. જે અનુસાર ધોરણ ૧૦ની પરીક્ષા આપી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. તેથી વિજ્ઞાાન પ્રવાહના પુસ્તકોમાં મોટા ફેરફારો ન કરવા માટે સુચન કરાયું છે. જ્યારે વર્તમાન પ્રવાહના તમામ વિષયોને પણ પાઠયપુસ્તકમાં આવરી લેવા માટે પણ મંડળને સુચન કરાયું છે. તેટલું જ નહિ હાલના પાઠયપુસ્તકો વર્ષ દરમિયાન સાચવીને રાખવા અઘરાં હોય છે. ત્યારે પાઠયપુસ્તકની ક્વોલિટીમાં પણ સુધારો કરવા માટેની વિચારણા કરાઇ રહી છે.

નવા અભ્યાસ ક્રમની રચના માટે પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬થી ૧૨ના નવા અભ્યાસ ક્રમ તૈયાર કરવા તડામાર તૈયારી કરાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ખાતે ભારતના વિષય તજજ્ઞની ખાસ વર્કશોપનું પણ આયોજન કરાયું હતું. જેમાં બે દિવસના વર્કશોપમાં નવા અભ્યાસ ક્રમને નવી ટેકનોલોજી, વિજ્ઞાનના નવા સંશોધનો, વર્તમાન અને સામાન્ય પ્રવાહને હાલના સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરવા માટે અનેક સુચન લેવામાં આવ્યાં હતાં. જે સુચનના આધારે આગામી વર્ષથી નવા અભ્યાસ ક્રમના નવા પાઠયપુસ્તકો અમલી કરાશે.
વિજ્ઞાનમાં નવા નવા સંશોધનો આવતાં હોય શાળા કક્ષાએ અભ્યાસ ક્રમોમાં ફેરફાર જરૂરીઃ તજજ્ઞ નવા અભ્યાસ ક્રમ બાબતે સરદાર વિનય મંદિર હાઇસ્કૂલરના આચાર્ય કમલ શાહે જણાવ્યું હતું કે, હાલનો અભ્યાસ ક્રમ ઘણો જ એડવાન્સ છે. પરંતુ વિજ્ઞાન હોય કે પછી વર્તમાન અને સામાન્ય પ્રવાહ નવા નવા સંશોધનો આવતાં રહે છે. જેને ધ્યાને રાખી શાળા કક્ષાએ પણ અભ્યાસ ક્રમોમાં ફેરફાર કરવા ઘણા જરૂરી બને છે. જનાથી વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએ પણ ઘણી મદદ મળી રહેશે. તેમજ અભ્યાસ માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓને પણ તેનો ઘણો ફાયદો મળી શકશે.તો કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. શરદ બસંલે જણાવ્યું હતું કે, હાલ શાળા કક્ષાએ જે અભ્યાસક્રમ છે, તેના કરતાં કોલેજ કક્ષાનો અભ્યાસ ક્રમ ઘણો એડવાન્સ હોય છે. જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે નવા અભ્યાસ ક્રમને કોલેજના અભ્યાસ ક્રમોથી નજીક લાવવામાં આવે તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને ઓછી મુશ્કેલીઓ આવે.
Source:Hitesh patel
No comments:
Post a Comment