રાજયના નાગરિકોને સરકાર સંબંધી યોજનાઓ કે
કાર્યોમાં ટ્રુ કોપી ( ખરી નકલ) કે
સોંગદનામા ( એફીડેવિટ ) કરાવવામાં કે
મેળવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે
સરકારે હાલાકી ઓછી થાય તેવો નિર્ણય કર્યો છે.
તે અંતર્ગત સરકારી યોજનાઓનો લાભ
લેવાનો થતો હોય અને જયાં તેની જરૂર પડતી હોય
ત્યાં હવે સ્વ પ્રમાણિત નકલ કે સ્વ કબૂલાતનામુ રજૂ
કરવાથી ચાલે તેમ હોય તેવી સેવા અને
બાબતોની યાદી રાજય સરકાર દ્વારા તૈયાર
કરવામાં આવશે. તે પછી તેમાંથી એવી કઇ
યોજના કે સેવા છે જેમાં સ્વ પ્રમાણિત નકલ લાગુ
કરી શકાય છે તેની જાહેરાત કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા સંખ્યાબંધ યોજનાઓ,
કાર્યો, સેવા કે બાબતો હોય છે જેમાં ડગલે ને પગલે
નાગરિકોએ ટ્રુ કોપી કરાવવા માટે ગેઝેટેડ
અધિકારી કે સક્ષમ
સત્તાધિકારીની સહી મેળવવા માટે રઝળવું પડતું
હોય છે. સોગંદનામુ કે એફિડેવીટ પણ
કરાવવી પડતી હોય છે જેમાં આર્થિક બોજો પણ
સામાન્ય નાગરિકો પર પડતો હોય છે. તેને
ધ્યાનમાં રાખીને ભારત સરકાર
દ્વારા વહીવટી સુધારણા કમિશનના ૧૨મા અહેવાલમાં 'સિટિઝન
સેન્ટ્રીક એડમિનિસ્ટ્રેશન-ધ હાર્ટ ઓફ ગવર્નન્સ'
અપનાવવા માટે ભલામણ કરાઇ હતી.
જુલાઇ-૨૦૧૪માં તે અંગે વહીવટનું સરળીકરણ
કરવા ખરી નકલ અને સોગંદનામાની પ્રથા દૂર
કરી શકય હોય તે કિસ્સામાં સ્વ પ્રમાણિત ( સેલ્ફ
સર્ટિફિકેશન )ની કાર્ય
પધ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે,
જેનો કેટલાક રાજયમાં અમલ પણ શરૂ કરાયો છે.
રાજયમાં ગતિશિલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત
નાગરિકોને તેમને
સરકારી યોજનાઓના લાભો મેળવવામાં જયાં આ
દસ્તાવેજો રજૂ કરવા પડતા હોય તે નિવારવા માટે
તેમના તરફથી જ સ્વ પ્રમાણિત રજૂ કરવા દેવા માટે
સરકાર દ્વારા વિચારણા શરૂ કરાઇ છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે બહાર
પડાયેલા પરિપત્ર મુજબ નાગરિકોને સચિવાલય
હેઠળની જુદી જુદી યોજનાઓ, કાર્યો અને
સેવાનો લાભ લેવા માટે જયાં તે રજૂ
કરવા પડતા હોય તેની યાદી તૈયાર
કરવામાં આવશે. દસ્તાવેજોની ગંભીરતા અને
અગત્યતા ધ્યાને લઇને કયા કયા દસ્તાવેજ બાબતે
સ્વ પ્રમાણિત કે કબૂલાતનામુ
સ્વીકારવાની કાર્યપધ્ધતિ અપનાવી શકાય તે
બાબત નક્કી કરવા વિભાગોને
સૂચના આપવામાં આવી છે.

No comments:
Post a Comment