ભાવનગર ૨૫મીએ પ્રાથમિક શાળામાં મૂખ્ય શિક્ષકની ભરતી કરાશે ......!
જિલ્લા પંચાયતની પાવઠી બેઠકની ચૂંટણીને પગલે આચારસંહિતા અમલી બનતા પ્રાથમિક શાળામાં એચ-ટાટ પાસ મૂખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયાને ગ્રહણ નડયુ હતું.જોકે મુખ્ય શિક્ષકની ભરતી કરવા અંગે ઉમેદવારો તરફથી ચૂંટણી પંચને રજૂઆતો કરવામાં આવતા આખરે ચૂંટણી પંચે પણ પાવઠીની બેઠકના ગામડાઓની શાળામા ભરતીના હૂકમો બાકી રાખીને મૂખ્ય શિક્ષકની ભરતીની પ્રક્રિયાને લીલીઝંડી આપતા આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા હવે આગામી તા.૨૫ના ગુરૃવારના પ્રાથમિક શાળામાં એચ-ટાટ પાસ અને બઢતીવાળા શિક્ષકોની મુખ્ય શિક્ષક તરીકે ભરતી કરવાનો સત્તાવાર સાધનોએ નિર્ણય લીધો છે. ભાવનગરની પ્રાથમિક શાળામાં ૧૯૫ મૂખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે.જેમા ૧૫૦ સીધી ભરતીના ઉમેદવારો અને ૪૫ બઢતીપાત્ર શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અદાલતે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતી માટે મંજૂરીની મહોર મારી દેતા મુખ્ય શિક્ષકોની ભરતીના માર્ગ પરના વિધ્નોના વાદળો દૂર થયા હતા. પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવા અદાલતે પ્રાથમિક શિક્ષણ વિભાગને આદેશ જારી કર્યો હતો.અદાલતના આદેશના પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ મુખ્ય શિક્ષકની ભરતી અન્વયે ડીસીપીની રચના કરી હતી.અને છેલ્લે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્થળ પસંદગીનું લીસ્ટ તૈયાર થયા બાદ કોલ લેટર પણ તૈયાર થઈ ગયા હતા. જોકે જિલ્લા પંચાયતની પાવઠી બેઠકની ચૂંટણી જાહેર થતા મૂખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયા મોકૂફ રાખીને પરિણામ બાદ મૂખ્ય શિક્ષકની ભરતી કરવા અંગેની વિચારણા હાથ ધરાઈ હતી.અલબત મૂખ્ય શિક્ષકની ભરતીમા પસંદગી પામનારા કેટલાક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા બંધ નહીં રાખવા ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.આ રજૂઆતોને ધ્યાનમા લઈને ચૂંટણી પંચે પાવઠી બેઠક નીચે આવતી શાળાઓમા મૂખ્ય શિક્ષકની ભરતીના હૂકમો બાકી રાખીને મુખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયાને અનુમતિ આપવામાં આવતા આખરે હવે પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા આગામી તા.૨પના શહેરના ક્રેસન્ટ સ્થિત સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાતે મૂખ્ય શિક્ષકની ભરતી યોજવામાં આવશે.સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.પાવઠી બેઠક હેઠળની શાળાના મૂખ્ય શિક્ષકોના બાકી રહેલા હૂકમો ચૂંટણીના પરિણામ બાદ જાહેર કરાશે.

No comments:
Post a Comment