એક છોકરો પોતાના માતા-પિતા સાથે
ફરવા માટે નિકળ્યો હતો.
પિતા ગાડી ચલાવતા હતા અને
દિકરો પાછળ બેઠો હતો. પિતાને
પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે
ખુબ કાળજીપૂર્વક લગભગ
80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.
થોડીવાર પછી એક આધુનિક ગાડી આ
ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ.
પાછળની સીટ પર બેઠેલા દિકરાએ
પિતાને કહ્યુ," પપ્પા, આ
ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ
જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ
ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ
હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય
નથી કારણકે આપણી ગાડી કરતા એ
ગાડીની કેપેસીટી વધુ સારી છે."
હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક
કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને
આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ ,
" શું પપ્પા તમે પણ આમ
ગાડી ચલાવાતા હશે! આ
બીજી ગાડી પણ આપણી આગળ
નીકળી ગઇ જરા લીવર દબાવો."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને
આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય
છે ? આપણા કરતા સામાન્ય
સ્થિતિની ઘણી કાર છે જે હજુ
આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ
નીકળી રહી છે એ બધી જ
ગાડીઓની આગળ નીકળવા આપણે
જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન
જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને
કંઇક નુકસાન થાય."
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ
કરતા કહ્યુ, "
પપ્પા તો પછી મારી સરખામણી તમે
બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ
સાથે કરીને મને કેમ સતત ટોકટોક
કર્યા કરો છો ? હું એની સાઇડ
કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે?
અને મારી આગળ
નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને
દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું
એ તમને કેમ નથી દેખાતુ ? "
મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-
જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે.
બીજા કોઇની સાથે
આપણા સંતાનોની સરખામણી કરીને
એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું
તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ
નુકસાન થશ
ફરવા માટે નિકળ્યો હતો.
પિતા ગાડી ચલાવતા હતા અને
દિકરો પાછળ બેઠો હતો. પિતાને
પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે
ખુબ કાળજીપૂર્વક લગભગ
80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.
થોડીવાર પછી એક આધુનિક ગાડી આ
ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ.
પાછળની સીટ પર બેઠેલા દિકરાએ
પિતાને કહ્યુ," પપ્પા, આ
ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ
જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ
ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ
હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય
નથી કારણકે આપણી ગાડી કરતા એ
ગાડીની કેપેસીટી વધુ સારી છે."
હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક
કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને
આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ ,
" શું પપ્પા તમે પણ આમ
ગાડી ચલાવાતા હશે! આ
બીજી ગાડી પણ આપણી આગળ
નીકળી ગઇ જરા લીવર દબાવો."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને
આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય
છે ? આપણા કરતા સામાન્ય
સ્થિતિની ઘણી કાર છે જે હજુ
આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ
નીકળી રહી છે એ બધી જ
ગાડીઓની આગળ નીકળવા આપણે
જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન
જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને
કંઇક નુકસાન થાય."
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ
કરતા કહ્યુ, "
પપ્પા તો પછી મારી સરખામણી તમે
બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ
સાથે કરીને મને કેમ સતત ટોકટોક
કર્યા કરો છો ? હું એની સાઇડ
કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે?
અને મારી આગળ
નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને
દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું
એ તમને કેમ નથી દેખાતુ ? "
મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-
જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે.
બીજા કોઇની સાથે
આપણા સંતાનોની સરખામણી કરીને
એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું
તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ
નુકસાન થશ
No comments:
Post a Comment