Apr 22, 2015

‘વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ


આજે વિશ્વના 192 દેશોના લોકો પૃથ્વી દિવસ દ્વારા ઉજવણી કરાશે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 1970થી સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલના દિવસને ‘વિશ્વ પૃથ્વી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ અમેરિકાના રાજ્યોમાં સેનેટર ગેરાલ્ડ નેલ્સનની આગેવાની હેઠળ ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની ઉજવણી કરાઈ હતી.
1990 સુધીમાં આ ચળવળમાં 141 દેશો જોડાયા હતા અને હાલમાં 192 જેટલા દેશો જોડાયેલા છે. વિશ્વમાં ભારત સહિત અલગ અલગ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા અર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા,

પૃથ્વી અને તેના પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે મનુષ્ય જ જવાબદાર છે. સૌથી મોટ ખતરો પોલિથનના ઉપયોગ થઈ થઈ રહ્યો છે. દરેક ભારતીયની પાસે અડધા કિલો જેટલો પોલિથિન દર વર્ષે જમા થઈ રહ્યો છે. આના કારણે પૃથ્વી પર કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ રહી છે.પરીણામે -

- ઉત્તર ધ્રુવ પરનો ઘન બરફનું પીગળવું.
- સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવનાર ઓઝોન સ્તરમાં છિદ્ર.
- ભયંકર તોફાન,  સુનામી, કમોસમી વરસાદ.
- ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીના તાપમાનમાં છેલ્લા સૌ વર્ષમાં 0.18 ડિગ્રીનો વધારો થયો છે.
- 21મી સદીમાં આ 1.1-6.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જશે.
- મનુષ્યમં ચામડીના રોગ અને કેન્સરના રોગ વધી જશે.
- દરિયાનું જળસ્તર વધશે અને દરિયા કિનારાના વિસ્તારો ડૂબી જશે.

♦ આ કારણોથી નષ્ટ થઈ રહી છે પૃથ્વી ♦
- ઠેર-ઠેર કચરોના ઠગલા
- વધતી જનસંખ્યા, ઔદ્યોગિકરણ અને શહેરીકરણથી પેદા થઈ રહેલા સોલિડ કચરો
- પોલીથિન(પ્લાસ્ટીક) પૃથ્વીની સેન્દ્રીયતા અને જળ સ્ત્રોતને નુક્શાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનો ધુમાડો ઓઝોનના પડને પણ નુકસાન પહોંચા છે. લાખો પશુઓ પોલીથિનના કારણે મરે છે.
- પોલીથિન કચરાના દહન(સળગવા)થી શ્વાસ, ચામડી સંબંધી રોગ થાય છે.
- પોલીથિનથી ગટર જામ થઈ જાય છે. તેનાથી ગંદા પણી રસ્તાઓ પર ફેલાઈને મચ્છર પેદા કરે છે અને કોલેરા, ટાઈફોઈડ, ઝાડા અને હીપેટાઇટિસ-બી જેવા રોગો થાય છે.
- ભારતમાં દર વર્ષે લગભગ 500 મેટ્રિક ટન પોલીથિનનું ઉત્પાદન થાય છે પરંતુ તેનો એક ટકાથી પણ ઓછું રિસાયક્લિંગ થઈ શકે છે. - કેટાલય પ્રાણીઓ પોલીથિ ખાવાથી મૃત્યુ પામે છે.

વિશ્વમાં ભારત સહિત અલગ અલગ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા અર્થ ડેની ઉજવણી કરવામાં આવે છે, જે દરમિયાન પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લેવામાં આવે છે. ત્યારે  તમે પણ કેટલીક નાની નાની પણ અતિ મહત્ત્વપૂર્ણ બાબતોની કાળજી રાખી આ અભિયાનમાં સહભાગી બની શકો છો.

♦ પૃથ્વીને બચાવવા આટલું કરીએ ♦

આહારનો બગાડ અટકાવીએ :
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર દર વર્ષે કુલ ઉત્પાદનમાં એક તૃતિયાંશ ભાગ (લગભગ 1.3 અબજ ટન) જેટલું ખાવાનું બગડે છે. લગ્ન પ્રસંગોમાં થતા ખાવાનો બગાડ અટકાવી આપણે તેમાં મદદરૂપ થઈ શકીએ.

જમીનની ફળદ્રુપતા વધારીએઃ
પરંપરાગત અને સ્થાનિક ઉત્પાદોની ખેતી કરી ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવી, જેથી પૃથ્વી પર અનાજની ઉત્પાદન ક્ષમતા વધારી શકાય.

જૈવિક ખેતીઃ
જીવલેણ રસાયણો અને કીટનાશકોને બદલે જૈવિક (ઓર્ગેનિક) ખેતીથી ખાદ્ય ઉત્પાદોની પૌષ્ટિકતા જળવાઈ રહેશે. તેનાથી સરેરાશ આયુષ્યમાં પણ વધારો થશે. આમ જૈવિક વસ્તુઓને મહત્ત્વ આપીએ.
 
કિચન ગાર્ડનઃ
શહેરમાં ગાર્ડન ફાર્મિંગ જેવા નવા નુસખા અજમાવી શકાય. જેઓ પોતાની આવકનો મોટો ભાગ ખાવા પાછળ ખર્ચ કરે છે, તેમને માટે કિચન ગાર્ડન મદદરૂપ નીવડશે. શું તમે જાણો છો, અમેરિકી પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામા વ્હાઇટ હાઉસમાં કિચન ગાર્ડનિંગ પણ કરે છે.

વરસાદી પાણીનો સંગ્રહઃ
વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તેનાથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથે સિંચાઈ માટે પણ પાણીનો પુરવઠો મળી રહેશે.

વૃક્ષ વાવોઃ
ઘરમાં ર્ફિનચર, ટેબલ, કબાટ જેવી લાકડાની વસ્તુઓ રોજિંદા જીવનમાં અનિવાર્ય બની ગઈ છે, પરંતુ તેની સામે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવીને તેની ખોટ પૂરી કરી શકીએ છીએ. ઘર, સ્કૂલ, ઓફિસની આસપાસ વધુ ને વધુ વૃક્ષ વાવીએ. તે કાર્બન પ્રદૂષણ ઘટાડવામાં કારગર બનશે.
 
♦ આ રીતે પણ કરી શકો મદદ ♦

ઓછી ખરીદીઃ
જરૂરી હોય તેવી વસ્તુઓ જ ખરીદીએ. નકામી વસ્તુઓની ખરીદી ખિસ્સાની સાથે પર્યાવરણ માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે છે.

દાન કરોઃ
આપણી કોઈ પણ નકામી વસ્તુને ફેંકી દેવાને બદલે દાન કરી શકીએ. જેમ કે, જૂનાં કપડાં, રમકડાં, જૂતાં કોઈ અન્યને આપીને તેની મદદ કરી શકાય.

વનસ્પતિ ઉગાડોઃ
આંધ્ર પ્રદેશના ખેડૂતોએ ખેતરોમાં ઘાસ અને લીલાં શાકભાજી ઉગાડયાં છે. તેનાથી ઘાસચારાની અછત ઊભી થતી નથી અને પશુઓ વધુ દૂધ આપશે. તેનાથી ખેતરોનું પણ સંવર્ધન થઈ શકશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગઃ
સ્કૂટર-કારને બદલે સિટી બસ, બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો. તેનાથી ઇંધણની બચત ઉપરાંત સાથે સાથે પ્રદૂષણ પણ ઘટશે.
 કચરો ઘટાડીએઃ
રિસાઇકલ પ્રોડક્ટના ઉપયોગથી પૃથ્વી પરનો કચરો ઓછો કરી શકાય છે. એવી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો કે જેનું રિસાઇકલિંગ ન થઈ શકે.

વીજળીની બચતઃ
વધુ ઊર્જા વપરાશ ધરાવતાં ઉપકરણોનો નિરર્થક ઉપયોગ ટાળીએ. તેનાથી ઊજાની બચત થશે

No comments: