પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલીમાં 1591 જગ્યા દર્શાવાશે
- 25મી પછી ઓનલાઇન ફોર્મ ભરાશે
ભુજ : પ્રા. શિક્ષકો વિદ્યાસહાયકોની ઓનલાઇન બદલી તેમજ પ્રવેશોત્સવ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઓનલાઇન બદલી માટે 25મી મે બાદ વર્તમાનપત્રોમાં જાહેરાત અપાવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ઓનલાઇન ફોર્મ નિયામક કચેરીની વેબસાઇટ dpegujarat.org પરથી ભરી શકાશે. ઓનલાઇન બદલી પ્રથમ વખત હોઇ શિક્ષકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર વહીવટી સ્ટાફને તાલીમબદ્ધ કરાયો છે. તંત્ર દ્વારા વિભાગ અને વિષયવાઇઝ ખાલી જગ્યાઓની માહિતી અદ્યતન બનાવાઇ છે.
જિલ્લામાં નિમ્ન પ્રા. વિભાગ ધો. 1થી 5માં 2084 તેમજ ઉચ્ચ પ્રા. વિભાગમાં ભાષામાં 201, ગણિત-વિજ્ઞાનમાં 328 તેમજ સામાજિક વિજ્ઞાન વિષયમાં 334 મળી કુલ 2947 શિક્ષકની જગ્યા ખાલી છે, પરંતુ તમામ શાળાઓમાં શિક્ષકોનું મહેકમ બેલેન્સ કરવા તેમજ શિક્ષણના હિતને ધ્યાનમાં લઇ નિયામક કચેરી-ગાંધીનગરના તા. 19/5ના પત્રથી મળેલી સૂચનાઓ અનુસાર ધો. 1થી 7ની પ્રા. શાળાઓનું મહેકમ શિક્ષણ વિભાગના તા. 3/6/2010ના જૂના ઠરાવ મુજબ ગણવા ઉપરાંત દસ ટકા જગ્યાઓ ખાલી રાખીને જગ્યાઓ પ્રદર્શિત કરવા હુકમ કરાતા કચ્છ જિલ્લામાં પણ મહેકમની હંગામી ઘટ થઇ છે.
કચ્છમાં કેટલી જગ્યા
પ્રા. શિક્ષણાધિકારી સોલંકીએ આપેલી માહિતી મુજબ હાલમાં થનારા ઓનલાઇન બદલી કેમ્પમાં ધો. 1થી 5માં 906, ધો. 6થી 8માં ભાષાની 171, ગણિત-વિજ્ઞાનની 272 તેમજ સામાજિક વિજ્ઞાનની 242 જગ્યા મળી કુલ 1591 જગ્યા પ્રદર્શિત કરાશે. તેવું રાજ્ય સંગઠન મંત્રી હરિસિંહ જાડેજા સાથેની મુલાકાતમાં જણાવાયું હતું

No comments:
Post a Comment