વોટ્સએપ મે મહિનામાં લાવશે આ અનોખુ ફીચર...
તાજેતરમાં જ ફેસબુકે પોતાની મેસેન્જર એપ પર વીડિયો કોલિંગનું ફીચર લોન્ચ કર્યું. હવે સમચાર મળ્યા છે કે ફેસબુકની માલિકીવાળી વોટ્સએપમાં પણ ટૂંક સમયમાં જ વીડિયો કોલિંગ ફીચર લઈને આ જંગમાં ઉતરી શકે છે. વોટ્સએપ સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે. તાજેતરમાં જ તેનાં પર વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે વીડિયો કોલિંગની તૈયારી કરી રહ્યું છે.
એક ન્યુઝ પોર્ટલ પ્રમાણે વોટ્સએપે વીડિયો કોલિંગનું ટ્રાયલ વર્ઝન શરુ કરી દીધું છે, પરંતુ હાલમાં તે ટ્રાયલ વર્ઝન માત્ર વોટ્સએપનાં કર્મચારીઓ માટે જ છે. સમાચાર મળ્યા છે કે તેનું આ ફીચર મે મહિના સુધીમાં આવી જશે.
વોટ્સએપનું વીડિયો કોલિંગ ફીચર તેનાં વોઈસ કોલિંગ ફીચરની પેટર્નની જેમ જ લોન્ચ કરવામાં આવશે. વોઈસ કોલની જેમ આ ફીચર પણ સૌથી પહેલા એન્ડ્રોઈડમાં આવશે ત્યારબાદ તેને વિન્ડોઝ અને આઈઓએસને મળશે. આમાં તમને વોઈસ કોલને વીડિયો કોલમાં બદલવાનું ઓપ્શન પણ આપી શકે છે.
વોટ્સએપ ઘણી જ પોપ્યુલર એપ છે, એટલા માટે લોકોને તેનાં પર વીડિયો કોલનો અધીરાઈપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વોટ્સએપ પર તો હાલ આ ફીચર નથી આવ્યું, પરંતુ હાલમાં ફેસબુકે પોતાની મેસેન્જર એપ પર વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે.
No comments:
Post a Comment