છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું માહત્યમય રહ્યું છે. આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી જેને આજે આપણે જલેબી કહીએ છીએ ખૂબ ભાવતી હતી. વળી એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનાવેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે. ભગવાન શ્રીરામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો એની ખૂશીમાં નગરજનોએ શાશ્કુલી(જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી.
સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાના દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનાવેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત્ છે.

No comments:
Post a Comment