ઈંંગ્લેન્ડના ક્રિકેટરનુ પરાક્રમ,વન ડેમાં ફટકાર્યા 350 રન
ઈંગ્લેન્ડમાં રમાયેલી એક સ્થાનિક વન ડેમાં માત્ર 138 બોલમાં ત્રેવડી સદીનો રેકોર્ડ સર્જાયો છે.
આ રેકોર્ડ સર્જનાર બેટ્સમેનનુ નામ છે લિયમ લિવિંગસ્ટોન.વન ડે ક્રિકેટમાં હવે બેવડી સદી તો બેટ્સમેનો ફટકારી રહ્યા છે પરંતુ ત્રેવડી સદી પણ થઈ શકે છે તેવુ લિયમે સાબીત કર્યુ છે.
લેંકેશાયર કાઉન્ટિના ઓલરાઉન્ડર લિયેમે નેશનલ ક્લબ ચેમ્પિયનશીપની મેચમાં નેટવિચ કાઉન્ટી તરફથી કેલ્ડી નામની ક્લબ સામે આ કારનામુ કર્યુ હતુ.પોતાની 350 રનની ધુંઆધાર ઈનિંગમાં લિયમે 34 ચોક્કા અને 27 છક્કા ફટકાર્યા હતા.આ માટે તેને 138 જ બોલની જરુર પડી હતી.
તેણે પોતાની ત્રેવડી સદી તો 123 જ બોલમાં પુરી કરી હતી.જે દરમ્યાન 31 ચોક્કા અને 22 છગ્ગા ફટકાર્યા હતા.જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટના ભોગે 493 રન હતો.જ્યારે તેની ટીમે 45 ઓવરમાં 579 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો.
નેટવિચ ટીમે આ મેચ 500 રનથી જીતી હતી.વન ડેમાં સૌથી વધુ રનથી જીતવાનો પણ આ એક રેકોર્ડ હશે.

No comments:
Post a Comment