Jun 14, 2015

GUJARATI BHASA NA TET.TAT.HTAT MATE IMP QUESTIONS

1) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?
(A).સ્વૈર વિહારી (B).સ્નેહરશ્મિ (C).પ્રિયદર્શી (D).ઉશનસ્
ANS: સ્નેહરશ્મિ

2) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?
(A).એદલજી ડોસાભાઇ (B).ગોર્વધનરામ ત્રિપાઠી (C).કનૈયાલાલ મુનશી (D).રમણભાઇ નીલકંઠ
ANS: એદલજી ડોસાભાઇ

3) ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઇ હતી ?
(A).ગુજરાત સાહિત્ય સભા (B).ગુજરાત સાહિત્ય સોસાયટી (C).ગુજરાત વર્નર સાહિત્ય સભા (D).ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ANS: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

4) ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડયું છે ?
(A).ચાર (B).આઠ (C).નવ (D).બાર
ANS: નવ

5) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?
(A).ન્હાનાલાલ (B).ઇન્દુલાલ યાજ્ઞીક (C).રા.વિ.પાઠક (D).રમણભાઇ નીલકંઠ
ANS: ઇન્દુલાલ યાજ્ઞીક

6) લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?
(A).નવલકથા (B).નવલિકા (C).કાયસંગ્રહ (D).એકાંકીનાટક
ANS: નવલિકા

7) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
(A).સમાજસેવા (B).સાહિત્ય (C).વિજ્ઞાન (D).આરોગ્ય સેવા
ANS: સાહિત્ય

8) બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?
(A).ગજુભાઇ બધેકા (B).ઇશ્વર પેટલીકર (C).રમણભાઇ નીલકંઠ (D).કાકાસાહેબ કાલેલકર
ANS: ગજુભાઇ બધેકા

9) સાચી જોડણીવાળો શબ્દ શોધો.
(A).સહાનૂભૂતી (B).સહનુભૂતિ (C).સહાનૂભૂતિ (D).સહાનુભૂતી
ANS: પ્રશ્ન રદ કરવામાં આવે છે.

10) " પગરખું " શબ્દનો સમાસ ઓળખાવો.
(A).દ્રન્દ્ર (B).તત્પુરૂષ (C).ઉપપદ (D).કર્મધારય
ANS: ઉપપદ

11) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " ખડતલ " નો વિરૂધ્દ્બાર્થી છે ?
(A).નબળુ (B).મરેલ (C).મુરદાલ (D).કાચુ
ANS: મુરદાલ

12) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " યાચક " નો વિરૂધ્દ્રાર્થી છે ?
(A).દાતા (B).શેઠ (C).દેનાર (D).શ્રીમંત
ANS: દાતા

13) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " સૂક્ષ્મ " નો વિરૂધ્દ્રાર્થી છે ?
(A).મોટુ (B).સ્થુલ (C).જાડુ (D).સંપૂર્ણ
ANS: સ્થુલ

14) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " કાળોત્રી " નો વિરૂધ્દ્રાર્થી છે ?
(A).પત્રીકા (B).પાનોત્રી (C).જન્મોત્રી (D).કંકોત્રી
ANS: કંકોત્રી

15) "તલવાર તાણવી " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
(A).બોલતી બંધ કરવી (B).તલવારને ચમકાવવી (C).સખત માર મારવો (D).સંઘર્ષમાં ઉતરવું
ANS: સંઘર્ષમાં ઉતરવું

16) "ગણી શકાય નહી તેટલુ " શબ્દ સમૂહનો એક શબ્દ શોધો.
(A).અગણિત (B).વિગણિત (C).નગણિત (D).નવગણિત
ANS: અગણિત

17) " મુછનો દોરો ફુટવો " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
(A).મોટા માથે મગજમારી કરવી (B).સાહસના કામ કરવા (C).મુછમાં દોરો લગાવવો (D).જુવાની આવવી
ANS: જુવાની આવવી

18) " બાંધી મૂઠી લાખની" કહેવતનો અર્થ દર્શાવવો.
(A).મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે (B).મુઠીમાં પૈસા રાખી શકાય (C).બંધ મુઠીથી કોઇને મારી શકાય (D).રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય
ANS: રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય

19) " કાયા " માટે ઉપયુકત ઉપમા દર્શાવવો.
(A).દાડમ જેવી (B).ચાંદી જેવી (C).કંચન જેવી (D).દૂધ જેવી
ANS: કંચન જેવી

20) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બંગલુરૂમાં ભારતીય ટીમનો વિજય.......... હતો.
(A).અસંતોષજનક (B).અસામઇક (C).અણધાર્યા (D).અવાચક
ANS: અણધાર્યા

21) શેઠની શિખામણ ઝાંપા સુધી
(A).શેઠનું કામે કહેવાનુ નોકરનું સાંભળવાનું (B).શેઠ ઝાંપા બહાર શિખામણ આપે નહી (C).શેઠ કોઇ કામ સોંપે તે દરવાજા સુધીમાં કરવું (D).કોઇએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.
ANS: કોઇએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.

22) " દયા પાત્ર " શબ્દનો સમાસ ઓળખાવો.
(A).બહુવ્રિહી (B).કર્મધારય (C).તત્પુરૂષ (D).દ્રન્દ્ર
ANS: તત્પુરૂષ

23) " પ્રેષક " શબ્દની સંધિ છુટી પાડો.
(A).પ્ર + ઇક્ષક (B).પ્રક + શક (C).પ્રક્ + શક (D).પ્રે + અક્ષક
ANS: પ્ર + ઇક્ષક

24) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. " મુખ મરકાવે માવલડી "
(A).વર્ણાનુપ્રાસ (B).અનન્વય (C).રૂપક (D).ઉપમા
ANS: વર્ણાનુપ્રાસ

25) " આભ તુટી પડવુ " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
(A).મુશ્કેલીનોસામનો કરવો. (B).વીજળીનો ગડગડાટ થવો (C).ધોધમાર વરસાદ આવવો (D).ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
ANS: ઓચિંતી મુશ્કેલી ઉભી થવી

26) " લોહી ઉકળવું " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
(A).શરમ ન આવવી (B).ઝઘડો કરવો (C).માર મારવો (D).ગુસ્સે થઇ જવું
ANS: ગુસ્સે થઇ જવું

27) " વાડ ચીભડાં ગળે " કહેવતનો અર્થ દર્શાવવો.
(A).પોલીસ ચોરનો સાથ આપે. (B).રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઇએ (C).વાડની બાજુના ચીભડાં વાડ ગળી જાય (D).રક્ષક જ ભક્ષક બને
ANS: રક્ષક જ ભક્ષક બને

28) નીચેની પંકિતનો અલંકાર દર્શાવવો. " કયારેક ચાંદીશી ઝળાંહળાંથતી નદીને જોતો"
(A).ઉપમા (B).અનન્વય (C).સજીવારોપણ (D).રૂપક
ANS: ઉપમા

No comments: